Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કપરાડા પોલીસે અનેક કેસમાં વોન્ટેડ બુટલેગર રાહુલ ધાકલ ગવળીને વાંસદા કોર્ટ પાસેથી પકડી પાડ્યો

રાહુલ વિરૂદ્ધ કપરાડા સિવાય ધરમપુર, પારડી સુરત અને ચિખલી પોલીસ મથકે દારૂની હેરાફેરીનો ગુનો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના કપરાડા પોલીસ મથક તેમજ જિલ્લાના અન્ય પોલીસ મથકના દારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ એવા સેલવાસના બુટલેગરને કપરાડા પોલીસે વાંસદા કોર્ટ પાસેથી ઝબ્બે કરી લીધો હતો. ડીએસપી રાજદિપસિંહ ઝાલાની બુટલેગરોને પકડવાની સૂચનાના પગલે ડીવાયએસપી વી. એચ. જાડેજાના માર્ગદર્શન મુજબકોન્સ્ટેબલ  પીએસઆઇ ભાદરકા, હેડકોન્સ્ટેબલ પ્રવિણભાઇ કરસનભાઇ, કોન્સ્ટેબલ અનિલભાઇ છનિયાભાઇ અને મુકેશભાઇ પ્રતાપસિંહે બાતમીના પગલે વાંસદા કોર્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન અહીં આવેલા બુટલેગર રાહુલ ધાકલ ગવળીને તેમણે પકડી પાડ્યો હતો. રાહુલ વિરૂદ્ધ કપરાડા સિવાય ધરમપુર, પારડી સુરત અને ચિખલી પોલીસ મથકે દારૂની હેરાફેરીનો ગુનો દાખલ થયો હતો

(6:33 pm IST)