Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પેટ્રોલ પંપ ખોલવાનું કહીને મહિલા પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં મહિલા અત્યાચારની ઘટનામાં વધારો : અનેક મિટિંગ કરી મહિલાને હોટલમાં બોલાવીને દુષ્કર્મ કર્યાની ઓઢવ પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ

અમદાવાદ ,તા. : અમદાવાદમાં પણ દિવસે-દિવસે દુષ્કર્મના કેસ વધતા જઇ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં પરણિત મહિલા પર દુષ્કર્મની કરવાની ઘટના સામે આવી છે. મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર પરણિત મહિલાને મીટિંગ કરાવવાના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મની ગુજારવામાં આવ્યો છે. અનેક વખત પરણિત મહિલાને પેટ્રોલ પંપ ખોલવાનું કહી તેની સાથે મીટિંગ કરતા હતા અને ફરી વખત મહિલાને મીટિંગ કરવાના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મની ગુજાર્યો હતો. અંગે મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનીની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધતી જઇ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આવી ઘટના આવે ચિંતાજનક છે. જોકે, હવે જોવું રહ્યું કે શું અમદાવાદ પોલીસ આરોપીને ઝડપી પાડશે? શું અમદાવાદ જેવા શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ બને છે તે બંધ થશે?

(9:05 pm IST)