Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

સાગબારા પોલીસે નવાપાડા ચેકપોસ્ટ રૂ. 65,512 નો ગાંજા સહિતની મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગાંજા સહિતનો મુદ્દામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસ વાહન ચેકીંગ માં હતી ત્યારે નવાપાડા ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન મોટરસાઇકલ પર આવેલ નિકેત અજય સિંહ ઉ.વ.૨૧ હાલ રહે.ભડકોદરા ૧૩-રાગીણી વૃંદાવન સોસાયટી અકલેશ્વર,જી.ભરૂચ મુળ રહે. મિહોની,તા,માઘોગઢ, જી.જાલોન (ઉતરપ્રદેશ) તેની પાસેની પોપટી કાળા કલરની સ્કુલ બેગમાંથી મળી આવેલ સુકો ગાંજો ૧.૮૧૨ કિ.રૂ- ૧૦,૯૧૨-એક વિવો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૩૦૦૦ તથા રોકડા રૂ.૧૭૦૦  અને મો.સા. કી.રૂ.૫૦, ૦૦૦-મળી કુલ રૂ.૬૫,૫૧૨-ના મુદ્દામાલ સાથે નિકેત સિહને પકડી લીધો હતો.

(10:57 am IST)