Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

કોઠારા ગામની પરણિતાનાં કુટુંબનિયોજનનાં ઓપરેશન બાદ મોત થતાં ઓપરેશન પર ઉઠ્યા સવાલ

બે બાળકોની માતાએ મોંઘવારીમાં વધુ વસ્તાર નહિ વધારી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કુટુંબનિયોજનનું ઓપરેશન કરાવતા મોત મળ્યું:ઓપરેશનમાં કોઈ ભૂલ થઈ કે અન્ય કારણે તબિયત લથડી એ રહસ્ય હજુ અકબંધ હોય પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કોઠારા ગામના રહેવાસી 25 વર્ષીય મહિલાનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે કુટુંબ નિયોજન નું ઓપરેશન કરી રજા આપ્યા બાદ તબિયત બગડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર કરી વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું  

પ્રાપ્ત વિગત અનુસાર  નાંદોદ તાલુકાના કોઠારા ગામના ડેરી ફળિયામાં રહેતા મનીષાબેન ઉમંગભાઇ બારીયાનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે કુટુંબ નિયોજન નું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને રજા આપવામાં આવી હતી પરંતુ રજા આપ્યા બાદ કોઈ કારણોસર તેઓની તબિયત બગડતા તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે તેમને વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતા  હોવાનું  રાજપીપળા પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે થોડાક સમય પહેલા રાજપીપળા ની એક ખાનગી હોસ્પિટલ માં સુવાવડ બાદ અચાનક માતા ની તબિયત લથડતાં તેને રાજપીપળા સિવિલમાં મોકલાઈ હતી જ્યાં તેનું મોત નિપજતાં મહિલાના પતિ એ આ મામલે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારે તેની શાહી હજુ સુકાઇ નથી ત્યાં હાલમાં વધુ એક મહિલાનો ઓપરેશન બાદ મોતનો મામલો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે.

(1:03 pm IST)