Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

રાજપીપળા થી વડોદરા ની નવી એક્ષપ્રેસ બસ શરૂ થતાં વેપારી મુસાફરો માં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાં ઓછી બસો હોય તેમાંથી ઘણી બસો બિસ્માર છે ત્યારે ડેપો સંચાલકો ગમે તેમ કરી બધા રૂટ સચવાઈ તેવા પ્રયાસો કરે છે ત્યારે હાલમાં રાજપીપળાથી વડોદરા માટે એક નવી એક્ષપ્રેસ બસ શરૂ થતાં ખરીદી કરવા જતા વેપારીઓ અને અન્ય મુસાફરોને રાહત થઈ છે

નવી શરૂ થયેલી બસ રાજપીપળા ડેપોથી સવારે પાચ વાગે વડોદરા થઈ ગોધરા થી ફતેપુરા સુધી જશે માટે વડોદરા થી બહાર ટ્રેન કે અન્ય વાહન મારફતે બીજા શહેર માં જતા મુસાફરો માટે આ મોટી રાહત કહી શકાય સાથે સાથે આ બસ વડોદરાથી ફતેપુરા સુધી લંબાવતા તે તરફના મુસાફરો માટે પણ આ બસ લાભદાયી સાબિત થશે.

(11:09 am IST)