Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

રાજપીપળા ડેપોની 20 બસો ચૂંટણી કામગીરી માં જતા લોકલ રૂટની બસો બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોની પચાસ ટકા બસો અવાર નવાર ચૂંટણી સહિતના સરકારી કામોમાં જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ છે ત્યારે હાલમાં ચૂંટણીની કામગીરીમાં બસો જતા મુસાફરો અટવાઈ રહ્યા છે

મળતી માહિતી મુજબ હાલમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત ના એસટી ડેપો માથી બસો ચૂંટણી કામગીરી માં અપાવમાં આવતી હોય જેમાં 30 નવેમ્બર થી રાજપીપળા એસટી ડેપો માથી 20 જેવી બસો સમયાંતરે બહાર મોકલાતા ડેપોની અડધી બસો નહિ હોવાથી ફકત એક્ષપ્રેસ બસો નાં રૂટ ચાલુ હોય ગ્રામ્ય વિસ્તારના રૂટ ની બસો બંધ થતાં મુસાફરો ખાનગી વાહનો નાં ભરોશે મુસાફરી કરતા નજરે પડ્યા હતા ત્યારે અવાર નવાર સરકારી કાર્યક્રમો માં જતી એસટી બસો નાં કારણે પાસ કઢાવી મુસાફરી કરતા મુસાફરો નાં રૂપિયા પણ માથે પડતા હોય ઉપરથી ખાનગી વાહનોમાં રૂપિયા બગડતા મુસાફરો ને આર્થિક નુકશાન વેઠવું પડે છે માટે સરકારી કાર્યકરોમાં ખાનગી વાહનો નો ઉપયોગ કરી મુસાફરો ની તકલીફ દૂર કરાઈ તેવી માંગ ઉઠી છે.

(11:12 am IST)