Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

વચગાળાનું ભરણપોષણ પત્ની દ્વારા દર્શાવવામાં આવેલ પતિની આવકના આધારે નક્કી કરી શકાય છે: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે પત્ની દ્વારા દર્શાવવામાં આવેલ પતિની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન, જો પતિ દ્વારા વિવાદિત ન હોય તો તેને ચૂકવવામાં આવનાર વચગાળાના ભરણપોષણ નક્કી કરવા માટેના આધાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

એક જયંતિભાઈ (પતિ) દ્વારા દાખલ કરાયેલ રિવિઝન અરજી પર વિચાર કરતી વખતે કોર્ટે આ અવલોકન કર્યું હતું. જેમાં ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે તેને પત્ની અને પુત્રીઓને વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને રૂ. 30,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે પત્ની વ્યભિચારી જીવન જીવતી હોવાથી, તેણી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી
 

આથી જસ્ટિસ ઉમેશ એ ત્રિવેદીની ખંડપીઠે કહ્યું હતું કે પતિએ સાબિત કરવા માટે નક્કર પુરાવા પ્રદાન કરવાની જરૂર છે કે તેની પત્ની વ્યભિચારી જીવન જીવી રહી છે જેથી તે કોર્ટ સમક્ષ કેસ કરી શકે કે તેની પત્ની ભરણપોષણ મેળવવાની હકદાર નથી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)