Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને ચૂંટણી લડતા હાર્દિક પટેલના વિરોધમાં પોસ્‍ટરોઃ જે સમાજનો ના થયો તે શું વિરમગામનો થઇ શકશે.. ? તેવા પોસ્‍ટરોમાં લખાણ

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના મતદાન પૂર્વે આખરી સમયે હાર્દિક પટેલ વિરૂધ્‍ધ પોસ્‍ટરોથી હાર્દિકને નુકશાન થશે કે કેમ ? તે મત ગણતરી બાદ ખબર પડશે

વિરમગામઃ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વીરમગામ બેઠક ઉપર ટિકીટ મેળવી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા છે. “જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, તેવા લખાણ સાથેના ઓસ્‍ટર થી રાજકીય ગરમાવો આવ્‍યો છે. ચૂંટણીના આખરી સમયે આ પ્રકારના પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુકશાન થાય છે કે નહિ તે તો મતગણતરી બાદ જ સામે આવશે

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ ગતસાંજે શાંત થયા છે. તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વિરમગામ બેઠક પરથી ટીકીટ મેળવનારા હાર્દિક પટેલના વિરૂદ્ધમાં પોસ્ટરો લાગ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મતદાન પહેલાના આખરી સમયે આ પ્રકારના પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુકશાન થાય છે કે નહિ તે તો મતગણતરી બાદ જ સામે આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને આવતી કાલે દ્વિતીય તબક્કાનું મતદાન યોજાવવા જઇ રહ્યું છે. તેવામાં અગાઉ અનેક વખત વિવાદમાં આવેલા અને તાજેતરમાં ભાજપમાં જોડાઇને વિરમગામની ટીકીટ મેળનારા હાર્દિક પટેલ વિરૂદ્ધમાં પાટીદાર અમાનત આંદોલન સમિતિના નામે પોસ્ટ લગાડવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોસ્ટરમાં ગમે તે જીતે હાર્દિક હારવો જોઇએ, હાર્દિક જાય છે, અને જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?? તેમ લખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ વિરૂદ્ધમાં લગાડવામાં આવેલા પોસ્ટરને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુશકાન થાય છે કે નહિ તે તો આવનાર સમય બતાવશે. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે હાર્દિક પટેલને હરાવવાના પ્રયાસો છેલ્લી ઘડી સુધી કરવામાં આવી રહ્યા હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે.

(2:06 pm IST)