Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

મોડાસાઃ બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાં પાનના શોખીન કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઠાકોર સીધા પાનના ગલ્‍લે દોડી ગયા

- ફાયર પાનની મજા માણતા કોંગ્રેસના ઉમેદવારનો વીડિયો વાઇરલ

મોડાસાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તક્કાનો પ્રચાર શાંત થતા મોડાસાથી કોંગ્રેસના પાનપ્રેમી ઉમેદવાર રાજુ ઠાકોર ગલ્‍લે પહોંચ્‍યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાના મતદાનન માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. પોતાની પાર્ટીને જંગી બહુમતીથી જીત અપાવવા માટે ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ તેમજ ધારાસભ્યો રાત દિવસ દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ કામગીરીથી થાકી પાકીને મોડાસાના ઉમેદવાર પ્રચાર પડઘમ શાંત થતા ફાયર પાનની મજા માણતા હોવાનો વિડીયો સામે આવ્યો છે.

આગામી 5 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં આવતીકાલે કેદ થવા જઈ રહ્યા છે. જેનું પરિણામ આવનારી 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામમાં પોતાની પાર્ટીને જંગી બહુમતી મળે તે માટે ઉમેદવારો રાત દિવસ એક કરતા જોવા મળી રહ્યા છે. રાતદિવસ મતદારોને રીઝવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. દોડધામ કરી રહ્યા છે. ત્યારે આ દોડધામથી થાકીને મોડાસાના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઠાકોર પાનના ગલ્લે પાનની મજા માણતા જોવા મળી રહ્યા છે.

(3:47 pm IST)