Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૩ અલગ અલગ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં

- સી.આર.પાટીલે જણાવ્‍યું કે ભાજપ સૌથી વધુ સીટો, સૌથી વધુ ઉમેદવારોની લીડ તથા સૌથી વધુ વોટનો રેકર્ડ કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ત્રણ અલગ અલગ રેકોર્ડ બનાવવાની તૈયારી વિશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્‍યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈ પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ ઉમેદવારો તેમજ દિગ્ગજ નેતાઓ દ્વારા બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈ સી.આર,પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું હતું. જેમાં સી.આર.પાટીલ દ્વારા મતદાનને લઈ તેમજ ચૂંટણીને લઈ પાર્ટીના રેકોર્ડ અંગે વાત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગઈકાલે ગાંધીનગર ખાતે આવેલા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ કાર્યાલય પર પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે પ્રથમ તબક્કાના મતદાન અને આગામી બીજા તબક્કાના મતદાન અંગે વાત કરી હતી. તેમણે થયેલા ઓછા મતદાનની ટકાવારીથી લઈ આ વખતે કેટલા રેકોર્ડ કરવાના છે તે અંગને તમામ માહિતી આપી હતી. તેમજ પત્રકારો દ્વારા કરવામાં આવેલા તમામ સવાલોના

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પત્રકારના સવાલનો જવાબ આપતા કહે છે કે,આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાહેબે કહ્યું છે કે, નરેન્દ્ર અને ભુપેન્દ્ર રેકોર્ડ કરશે. તો અમે ત્રણ રેકોર્ડ કરવાના છે. સૌથી વધુ સીટો, સૌથી વધુ ઉમેદવારોની લીડ અને સૌથી વધુ વોટ આવા ત્રણ રેકોર્ડ મતદાતાઓના સહકારથી અમે કરવાના છે. અને મોદી સાહેબના શબ્દોને જીલી લેવા ગુજરાત પણ તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ તૈયાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વાર એડીચોટીનું જોર લગાવવમાં આવી રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. દેશના વડાપ્રધાન, યોગી, સી.આર,પાટીલ અને અમિત શાહ દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે. તેમજ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(4:07 pm IST)