Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સહિત ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કરશે મતદાન

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. જેમાં પીએમ મોદી સવારે 8.30 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવતા રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે 10.30 વાગ્યે, એએમસી સબ ઝોનલ ઓફિસ, કામેશ્વર મંદિર પાસે અંકુર ચાર રસ્તા, નારણપુરા ખાતે મતદાન કરશે. તેમજ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ ,સવારે 9 વાગ્યે શીલજ ગામ પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

 

(9:11 pm IST)