Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

સુરતના પાલમાં 35 વર્ષીય યુવક 13માં માળેથી પટકાતાં કરુણ મોત

પરિવારે એક પુત્ર અને સાત વર્ષની બાળકીએ પિતા ગુમાવ્યા: પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

સુરતના પાલ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના 13મા માળેથી યુવક નીચે પટકાતા તેનો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતને પગલે તેનો પરિવાર શોકમા ગરકાઉ થયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ વિસ્તારમાં આવેલ શિવ દિગ્જા એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગ મા 1301 નંબરના ફ્લેટમાં રહેતા 35 વર્ષીય હર્ષ બકુલભાઈ ત્રિવેદી ગતરોજ સાંજના સાત વાગ્યાના અરસામાં અચાનક 13 માં માળેથી નીચે રોડ પર પટકાયો હતો. નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક હર્ષ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર પરના તબીબો એ તેને મૃત ઘોષિત કર્યું હતું. ઘટના અંગેની જાણ પાલ પોલીસને કરવામાં આવતા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ઘસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

34 વર્ષીય તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. જેના લગ્ન થઈ ગયા હતા અને તેને પરિવારમાં એક સાત વર્ષની દીકરી છે. અકસ્માતે થયેલા મોતને કારણે સાત વર્ષીય પુત્રીએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ એકના એક પુત્રનું અકાળે મોત થતાં પરિવારોમા શોકની કાલી મા છવાઈ જવા પામી છે.

 

(9:46 pm IST)