Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ડુંગરી પોલીસે રૂ. 29150 નો દારૂ પકડી પાડ્યો ઓલગામમાં એક ઘરમાં દારૂનો જથ્થો ઝડપાયો

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂત, એએસઆઇ સુનિલભાઇ, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઇએ ઓલગામમાં દરોડો પાડી દારુ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના ડુંગરી પંથકમાં ચાલતા દારૂના વેપલા પર ડુંગરી પોલીસે સકંજો કસ્યો છે. તેમણે ગત રોજ ઓલગામમાં એક ઘરમાં દારૂનો જથ્થો હોવાનું જાણવા મળતાં તેમણે દરોડો પાડી રૂ. 29150નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગ દર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂત, એએસઆઇ સુનિલભાઇ, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઇએ ઓલગામમાં પેલ ફળિયામાં પદમાબેન કવી નાથુ પટેલના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી તેમને દારૂની 365 નંગ બોટલ કિ. રૂ. 29,150 ની કબજે કરી હતી. જેના પગલે તેમણે પદમા વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:30 am IST)