Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અમદાવાદ સાબરમતી વોર્ડમાં મહિલા ઉમેદવારો સામે અસંતોષ : ખાનપુર કાર્યાલયે મહિલા કાર્યકર્તાનો હોબાળો

કેટલાક વિવાદી કોર્પોરેટરને ટિકિટ આપ્યા સામે પણ વિરોધ નોંધાવ્યો

અમદાવાદમાં મનપા ઉમેદવાર મુદ્દે ભાજપમાં વિરોધ જોવા મળ્યો હતો.ખાનપુર કાર્યાલય પર કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.આ ઉપરાંત સાબરમતી વૉર્ડની મહિલા કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચ્યા હતા.સાબરમતીમાં મહિલા ઉમેદવારના નામ સામે વિરોધ જોવા મળ્યો હતો

 .ભાજપ મોવડી મંડળે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 2015થી 2020ની ટર્મ દરમિયાન વિવાદમાં આવેલા પાંચ કોર્પોરેટરોને ઘરે બેસાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે એક કોર્પોરેટર વિવાદમાં આવ્યા છતાં તેમને ફરી તક આપવામાં આવી છે. આમ, વિવાદિત કોર્પોરેટરો પૈકી પાંચની ટિકિટ કપાઇ છે.જેના પગલે કાર્યકર્તાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

(12:51 pm IST)