Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ફકત એક માસમાં ૨૦ વર્ષ અને ૧૦ વર્ષથી નાસતા અપરાધીઓ સહિત ૮૪૫ મોસ્ટ વોન્ટેડ પોલીસના પિંજરામાં પુરાયા

ગુજરાતની ક્રાઇમ કુંડળીથી સુપરિચિત મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની રણનીતિ સફળ : રાજકોટ રેન્જ વડા સંદીપસિહ અને જામનગર એસપી દીપેન ભદ્ર અને સુરત સીપી અજયકુમાર તોમર તથા રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલ વિગેરેની જહેમત રંગ લાવી

રાજકોટ તા.૫, ગુજરાતની ક્રાઈમ કુંડળીથી સુપરિચિત એવા રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વરસોથી ફરાર અપરાધીઓને ઝડપવા માટે યોજેલ રાજય વ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ફકત એક માસમાં ગુજરાત પોલીસ દ્વારા ૮૪૦,મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ ઝડપાઇ ગયા છે.

 રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને જામનગર એસપી દીપેન ભદ્ર અને સુરત સીપી અજય કુમાર તોમર તથા રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલ વિગેરેની જહેમત રંગ લાવી છે.

જામનગર જિલ્લામાં હત્યા સાથે ધાડના ગંભીર ગુનામાં ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ગોરસિંહ પારઘીને ડપી લેવાયો હતો. જામનગર જિલ્લામાં ૧૦ વર્ષની ભાગતો હત્યાનો આરોપી, સુરતમાં ૨૦ વર્ષથી નાસતો હત્યાનો આરોપી મુળે? ર વર્મા ઉપરાંત નશીલા દ્રવ્યોના કેસનો આરોપી કાલિયા પ્રધાન ઝડપાયા છે. બનાસકાંઠા પોલીસે ૩૫ વર્ષથી વોન્ટેડ એક આરોપી અને પથી વોન્ટેડએક ફરારઆરોપીને ઝડપી લીંધો હતો.

 ગુજરાતમાં ચૂંટણી પહેલાં એક મહિનાની ડ્રાઈવ યોજવામાં આવી હતી તેમાં ૮૪૫ વોન્ટેડ આરોપી ઝડપાયાં છે. ડીજીપી આશિષ ભાટિયાએ આ ડઈવ આ મહિને પણ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાતના સરહદી જિલ્લાના રેન્જ આઈજીપી સાથે મિટિંગ કરી પાડોશ રાજ્યોની મદદ લઈને બીજા રાજ્યોમાં છૂપાયેલા આરોપીને ઝડપી લેવા કવાયત  હાથ ધરાઇ છે.

અમદાવાદ શહેર પોલીસે ૧૪૦, દાહોદ પોલીસે ૬૪, બનાસકાંઠામાં ૫૮, અમદાવાદ રુરલમાં ૪૭, પંચમહાલ-ગોધરા અને વલસાડમાં ૪૭-૪૭, વડોદરા અને સુરત શહેર પોલીસે ૪૦- ૪૦, જુનાગઢમાં ૨૮, કચ્છ પૂર્વ ગાધીધામમાં ૨૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. ખાસ ઝૂંબેશ દરમિયાન ૧૫૫ આરોપી વિરૂધ્ધ વોરંટ કઢાવાયા હતા અને ૧૯ સામે કલમ ૮૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

(6:49 pm IST)