Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતા રર૦ અલગ અલગ બ્રાન્ડનો દારૂ ઝડપાયો : પોલીસે બ્રાન્ડ શોધવા ૧૩ કલાક ગૂગલમાં સર્ચ કર્યુ

ગાંધીનગર જીલ્લાનાં કલોલ તાલુકાના પાલોડીયા ગામની ઇલકેટ્રોથમ કંપનીમાં દસ્તાવેજોની તપાસ કરતા જીએસટી વિભાગના અધિકારીઓને ૩૩.૭૧ લાખનો દારૂ મળ્યો

રાજકોટ, તા. પ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાલોડીયા ગામે આવેલી ઈલેકટ્રોથમ કંપનીમાં ગઈકાલે જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો અને પાર્કીંગમાં રહેલા ટ્રકમાં તપાસ કરતાં દસ્તાવેજોની સાથે દારૂનો જથ્થો મળતાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને આ મામલે સાંતેજ પોલીસને જાણ કરતાં આ ટ્રકમાંથી મોંઘીદાટ અલગ અલગ રર૦ બ્રાન્ડનો ૩૩.૭૧ લાખનો દારૂ પણ મળી આવ્યો હતો.

ટ્રકમાંથી મોંઘીદાટ અલગ અલગ રર૦ બ્રાન્ડનો ૩૩.૭૧ લાખનો દારૂ પણ મળી આવ્યો.

જેના પગલે કંપનીના માલિક સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂ કયાંથી અને કેમ લવાયો હતો તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ૩૩.૭૧ લાખના આ દારૂના જથ્થાને જપ્ત કરીને કંપનીના માલિક શૈલેષભાઈ ભંવરલાલ ભંડારી રહે.બંગલા નં.૦૮, વ્રજગોપી બંગલો, પાલોડીયા મુળ ૧૨૯પ્ર૧૩૦ જયંતિલાલ પાર્ક, આંબલી બોપલરોડ અમદાવાદ સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આંબલી બોપલરોડ અમદાવાદ સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો.

ગુજરાતમાં પોલીસ દ્વારા અવારનવાર દારૂ પકડવામાં આવે છે મોટા ભાગે રાજસ્થાન અને હરીયાણા તરફથી દારૂનો જથ્થો આવતો હોવાથી તેની નક્કી બ્રાન્ડ અને પોલીસ પણ પંચનામામાં તેનો કયો ભાવ લખવો તે જાણતી હોય છે પરંતુ કલોલના પાલોડીયામાં ઈલેકટ્રોથમ કંપનીના પાર્કીંગમાં પડેલી ટ્રકમાંથી અલગ અલગ રર૦ બ્રાન્ડનો વિદેશી દારૂ પકડાયો હતો જે દારૂ ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતો હોય છે.

(3:17 pm IST)