Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સગા બાપે દીકરી ઉપર નજર બગાડીઃ વકીલ પિતાના આગોતરા જામીન નામંજૂર

દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા દીકરી ધકકો મારી ભાગી ગઈ હતીઃ માતાને જાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી

વડોદરા,તા.૫: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પુત્રી ઘરમાં એકલી હોય વકીલ પિતાએ પુત્રીની આબરૂ લેવાની કોશિશ મામલે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા દોઢ મહિનાથી નાસતા ફરતા આરોપી વકીલે પોલીસની ધરપકડથી બચવા પોતાની આગોતરા જામીન અરજી અદાલતમાં રજૂ કરી હતી. જે અરજ અદાલતે નામંજુર કરવાનો હુકમ કર્યો છે.

ગત વર્ષે ડિસેમ્બર મહિના દરમ્યાન મકરપુરા વિસ્તારમાં રહેતી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી ત્યારે તેના પિતાએ જણાવ્યું હતું કે તું પિરિયડમાં કયારે થાય છે.

આ મામલે પુત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો ત્યાર બાદ પિતાએ જબરજસ્તીથી ગાલ પર ચુંબન કરી દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે પુત્રી પિતાને ધક્કો મારી ઘરની બહાર નાસી છુટી હતી પરંતુ ફરી વખત આવી ઘટના ઘટી શકે છે તે માટે તેણે માતાને જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બંને પક્ષોની દલીલો બાદ અદાલતે નોંધ્યું હતું કે આરોપી કામકુમાર રાજનાથસિંહ વકીલાતનો વ્યવસાય કરે છે અને કાયદાના જાણકાર છે તેમ છતાં તેણે સગી દીકરી સાથે દુષ્કૃત્ય ત્યાં આચરવાનો પ્રયત્ન કરી ગંભીર ગુનો કર્યો છે અને તેને જ સહેલાઇથી આગોતરા જામીન ઉપર મુકત કરવામાં આવે તો ધાક ધમકી આપી પુરાવા સાથે ચેડાં થવાની શકયતા છે. જેથી અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી.

(4:40 pm IST)