Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતમાં ભાજપના ૧૧૯માંથી ૫૬ નવા ઉમેદવારોને ટિકીટ અપાતા ભારે વિરોધ વંટોળઃ ૬૦ વર્ષથી વધુ અને ત્રણ ટર્મથી ચૂંટણી લડનારાના પતા કપાયા

સુરત: પાલિકાની ચૂંટણીના કારણે ભાજપ દ્વારા નામ જાહેર કરાયા છે. પાલિકાની ભાજપની ટિકિટ માટે અસંખ્ય દાવેદારોએ દાવેદારી કરી હતી. જેમાંથી ભાજપે 30 વોર્ડના 120 નામની જગ્યાએ 119 નામ જાહેર કર્યા છે. વોર્ડ નંબર 11માં નિરવ શાહ ત્ણ વાર વિજેતા થયા હોય તેવી ફોર્મ્યુલા અનુસાર ચોતી ટર્મ માટે ટિકિટ અપાય તે માટે અગાઉ જ જૈન સમાજ અને કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેતી ત્રણ જ ઉમેદવારો જાહેર કરાયા છે. ભાજપે પાલિકાના કુલ 30 વોર્ડમાંથી 14 વોર્ડમાં નવા ઉમેદવારોને તક આપી છે.

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હોમ હાઉનમાં મહારાષ્ટ્રીયનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુલ 10 ઉમેદવારો મહારાષ્ટ્રીય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રીય નાગરિકોનાં સુરતમાં સારા એવા પ્રભુત્વને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રીયન લોબિનું પ્રભુત્વ પણ પાટીલની અધ્યક્ષતામાં જળવાયું હોય તેવું સામે આવ્યું છે. 10 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

જો કે માજી કોર્પોરેટર છેલ્લા નિરવ શાહ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાયા હોવાથી આ વખતે તેમનું પત્તનું કપાઇ શકે તેવી શક્યતા હતી. જેના કારણે થોડા દિવસ પહેલા જ નિરવ શાહ ઉમેદવારોના કારણે જૈન સમાજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજની માંગણી હતી કે, નિરવ શાહ અને ફરીથી ટિકિટ આપવામાં આવે અને એ જ અસમંજસના કારણે હજી સુધી ચોથું નામ જાહેર કરવામાં ભાજપ ગુંચવાડો અનુભવી રહ્યું છે. જેના કારણે હાલ પુરતી આ નામની જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપે 60 વર્ષ અને 3 ટર્મની ફોર્મ્યુલા જાહે કરી હતી જેના કારણે હાલ અનેક યુવાનોને તક મળી રહી છે. યુવાનોને તક મળતા જ ઉત્સાહનો નવો સંચાર પણ યુવા કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ 60 વર્ષ વિતાવી ચુકેલા  અને ત્રણ ટર્મથી  કાઉન્સિલરની ચૂંટણી લડીને વિજેતા થયેલા મોટા ભાગના ઉમેદવારોના પત્તા કપાયા છે.

14 વોર્ડના તમામ ઉમેદવારો નવા

ભાજપે જાહેર કરેલા 30 વોર્ડના 119 ઉમેદવારોની યાદી પૈકી 14 વોર્ડના 56 ઉમેદવારો પહેલીવાર ચૂંટણી લડવા જઇ રહ્યા છે. આખી પેનલ 14 વોર્ડની એટલે કે 56 ઉમેદવારોને સાવ નવા જ છે. વોર્ડ નંબર 1, 7,8,13,14,15,16,18,20,21,22,27,29 અને 30 તમામ વોર્ડના ચારેય ઉમેદવારો નવા જ જાહેર કરાયા છે.

(4:44 pm IST)