Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ૧૪૨માંથી માત્ર ૩૬ ઉમેદવારો જ રિપીટઃ ૧૦૬ કોર્પોરેટરોના પત્તા કપાયાઃ ૧૬ વોર્ડમાં આખેઆખી પેનલ કપાઇ

અમદાવાદઃ ભાજપે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઉમેદવારોની જાહેરાત કરી હતા. જેમાં માત્ર બોડકદેવ વોર્ડ એવો છે જેમાં કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરના 48 વોર્ડમાંથી 16માં એક પણ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યો નથી. એટલે કે આખે આખી પેનલનું પત્તુ સાફ કરી નાંખવામાં આવ્યું છે. અમદાવાદમાં 142માંથી 36 નામ જરિપીટ કરવામાં આવ્યા છે. મતલબ કે 106 કોર્પોરેટરનું પત્તુ કપાઇ ગયું

થલતેજ, સૈજપુર, કુબેર નગર, અસારવા, જોધપુર, ઠાકર બાપાનગર, વિરાટનગર, સરસપુર, ખાડિયા, પાલડી, વાસણા, ઓઢવ, ભાઈપુરા, ખોખરા, લાંભા અને રામોલ વોર્ડનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં તમામ નવા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.

અમિત શાહ મયુર દવે સહિતના જોગીઓ કપાયા

મયુર દવે, રમેશ દેસાઈ, બીપીન સિક્કા તેમજ અમિત શાહ સહિતના જોગીઓની ટિકિટ કપાઈ છે. આ ઉપરાંત પૂર્વ 3 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ, ભટ્ટ પ્રવિણ પટેલ, તેમજ મધુબનની પણ ટિકિટ કપાઈ છે. આ ઉપરાંત અલગ-અલગ કમિટીના ચેરમેન બીપીન પટેલ, રશ્મિ શાહ, જીગ્નેશ પટેલ, ગૌતમ કથીરિયા, કૃષ્ણવદન પટેલ, પુષ્પાબેન મિસ્ત્રી, રેણુકાબેન પટેલ, રમેશ દેસાઈ વગેરેની પણ આ વખતે ટિકિટ કપાઈ ગઈ છે.

સરખેજના અરવિંદ પરમારને જોધપુર મોકલ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જીતેલા 142 કોર્પોરેટરોમાંથી માત્ર 36 કોર્પોરેટરોનો રિપીટ કરવામાં આવ્યા છે. 36 પૈકી 35 કોર્પોરેટરોને તેમના જ વોર્ડમાંથી રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે સરખેજના અરવિંદ પરમારને આ વખતે જોધપુર વોર્ડમાંથી આપવામાં આવી છે.

8 વોર્ડમાં કોંગ્રેસની પેનલ

આમ બોડકદેવમાં આખી પેનલ રિપીટ છે. જ્યારે 17 વોર્ડમાંથી 1-1, છ વોર્ડમાંથી 2-2 અને એક વોર્ડમાંથી 3 કોર્પોરેટર રિપીટ થયા. બાકીના 8  વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોની પેનલ હતી. જેમાં દરિયાપુર, ઇન્ડિયાકોલોની જમાલપુર, મકતમપુરા, બહેરામપુરા ,દાણીલીમડા ,ગોમતીપુર, અમરાઈવાડીનો સમાવેશ થાય છે.

રિપીટ કરાયેલા 36માં કોણ?

        1. ગીતા પ્રજાપતિ વસ્ત્રાલ

        2. પરેશ પટેલ વસ્ત્રાલ

        3.અનિરુદ્ધ સિહ ઝાલા વસ્ત્રાલ

        4.જતીન પટેલ ઘાટલોડીયા

        5.ભાવના બેન પટેલ ઘાટલોડીયા

        6.ગીતાબેન પટેલ નારણપુરા

        7.જયેશ પટેલ નારણપુરા

        8.રાજેશ્વરી બેન પંચાલ ચાંદલોડિયા

        9.ભરતભાઇ પટેલ ચાંદલોડિયા

        10.રેખાબેન ચૌહાણ શાહપુર

        11.જગદીશ દાતનીયા શાહપુર

        12.મુકેશ મિસ્ત્રી સ્ટેડિયમ

        13. પ્રદીપ દવે સ્ટેડિયમ

        14.દિલીપ બગડિયા વેજલપુર

        15.રાજેશ ઠાકોર વેજલપુર

        16.ભાવનાબેન વાઘેલા નવા વાડજ

        17.પારૂલબેન પટેલ ગોતા

        18. અરૂણસિંહ રાજપુત ચાંદખેડા

        19.ચેતન પટેલ સાબરમતી

        20.ભાવિબેન પંચાલ રાણીપ

        21.કંચનબેન પંજવાણી સરદારનગર

        22.અલકાબેન મિસ્ત્રી નરોડા

        23.પ્રતિભા જૈન શાહીબાગ

        24.અલકાબેન મિસ્ત્રી નરોડા

        25.વંદના શાહ નવરંગપુરા

        26.બળદેવ પટેલ નિકોલ

        27.અશ્વિન પેઠાની બાપુનગર

        28. જયેશ ત્રિવેદી સરખેજ

        29.શીતલ દાગા મણીનગર

        30. શિલ્પા પટેલ ઇન્દ્રપુરી

        31.ગૌતમ પટેલ ઇસનપુર

        32.જલ્પા પંડ્યા વટવા

(4:46 pm IST)