Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વડોદરા:પેટીએમ મારફતે ઓનલાઇન ચુકવણી કરવાનું કહી ગઠિયાએ વેપારી સાથે છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં ભેજાબાજ ટોળકી દ્વારા વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી કરવાની નવી ટેકનિક પ્રકાશમાં આવી છે.જેની વિગત એવી છે કે,આજવારોડ રામપાર્ક સોસાયટીમાં રહેતા દિપક અરૃણભાઇ સોની શ્રી હરિ કોમ્પલક્સમાં સાંઇકૃપા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે.ગત તા.૨૯ મી જાન્યુઆરીના રોજ સાંજે વાગ્યે તેમની દુકાન  પર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા.અને બે વીંટીઆ રૃપિયા ૧૬,૭૭૦ માં ખરીદી હતી.જેનું બિલ રાજકુમાર યાદવ (રહે.આજવારોડ ) ના નામનુ બનાવ્યુ હતું.આરોપીએ પેટીએમ મારફતે બિલની ચૂકવણી કરી હતી.અને પેમેન્ટ થઇ ગયું હોવાનો મેસેજ પણ આવી ગયો હતો.અને આરોપીઓ વીંટીઓ લઇને જતા રહ્યા હતા.ત્યારબાદ મેં મારૃ પેટીએમ એકાઉન્ટ ચેક કર્યુ હતું.ત્યારે મને જાણ થઇ કે,મારા એકાઉન્ટમાં રૃપિયા જમા થયા નહતા.

તે દિવસે રાજ કોમ્યુનિકેશન નામની દુકાનમાંથી ,૯૯૯ રૃપિયાનો મોબાઇલ ફોન તેમજ માં એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી ૧૧,૫૦૦ રૃપિયાના મોબાઇલ ફોનની ખરીદી કરીને ખરીદીને ઓનલાઇન પેમેન્ટનો ખોટો મેસેજ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.

અંગે વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોઘખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ઓનલાઇન પેમેન્ટમાં રીતની છેતરપિંડીના બનાવોને કારણે વેપારીઓમાં પણ ચિંતા છે.બાપોદ પોલીસે આરોપીઓને ઝડપી તેમની ગુનો કરવાની પદ્ધતિ ની પણ  તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)