Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વડોદરામાં પાર્ક કરેલ કારનો કાચ તોડી ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપવા પોલીસ તંત્ર સજાગ:આરોપીની ધરપકડ કરી નવ ગુનાહના ભેદ ઉકેલવામાં આવ્યા

વડોદરા:પાર્ક થયેલી કારના કાચ તોડીને ચોરી કરતા આંતર જિલ્લા ચોરને પીસીબી પોલીસે ઝડપી પાડી મોબાઇલ ફોન,કાંડા ઘડિયાળ અને કાર મળીને ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દમાલ પોલીસે જપ્ત કર્યો છે.આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોરીના નવ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,કારના કાચ તોડીને ચોરીઓ કરતો અઠંગ ગુનેગાર ગદાપુરારોડ પર ચોરીનો સામાન વેચવા માટે આવવાનો છે.જેથી,પી.આઇ.જે.જે. પટેલની સૂચના મુજબ,.એસ.આઇ. હરિભાઇ તથા અન્ય પોલીસ જવાનોએ વોચ ગોઠવીને આરોપી અકીલ સલિમભાઇ વોરા (રહે.આણંદ) ને ઝડપી પાડયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ શહેરના ચાર તેમજ આણંદ,અમદાવાદ,નર્મદા અને બનાસકાંઠાના એક એક ગુનાની કબૂલાત કરી છે.આરોપી વિરૃદ્ધ અગાઉ આણંદમાં ચાર,તેમજ વડોદરા અને ખેડામાં  એક એક ગુના નોંધાયા છે.પોલીસે આરોપી પાસેથી સાત કાંડા ઘડિયાળ,૧૦ મોબાઇલ ફોન,એક  ટેબલેટ,કાર તેમજ રોકડા ,૫૫૦ મળીને કુલ રૃપિયા .૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી પોતાની કાર લઇને પાર્ક થયેલી કારની બાજુમાં પોતાની કાર ઉભી રાખતો હતો.અને થોડીવાર સુધી રેકી કર્યા પછી પથ્થરથી કારનો કાચ તોડીને ચોરી કરતો હતો.પૂછપરછ દરમિયાન અન્ય ગુનાના ભેદ ઉકલે તેવી શક્યતા છે.

(5:12 pm IST)