Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતના રિંગરોડ પર ટેક્ષ્ટાઇલના વેપારી પાસેથી બે દલાલ મારફતે 24.50 લાખની સાડી મંગાવી પેમેન્ટ ન કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના રીંગરોડ મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી પાસેથી સુરતના બે દલાલ મારફતે રૂ.24.50 લાખની મત્તાની સાડી મંગાવી દિલ્હી અને પટનાના બે વેપારીએ પેમેન્ટ કર્યું નહોતું અને વેપારીએ ઉઘરાણી કરી તો પેમેન્ટ ભૂલી જાવ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ભટાર આશીર્વાદ પેલેસની બાજુમાં સન ટાવર ફ્લેટ નં.801 માં રહેતા 37 વર્ષીય સુનિલ જ્ઞાનમલ સુર્યા રીંગરોડ મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટમાં સુર્યા ક્રિએશન ના નામે સાડીની દુકાન ધરાવે છે.

દિલ્લી નઈ સડક જોગીવાડા ખાતે વસુંદ્રા સારીઝના નામે વેપાર કરતા સુનિલ બંસલે સુરતમાં સલાબતપુરા રૂપમ ટોકીઝ પાસે અંજની નંદન હાઉસમાં બંસલ ટેક્ષટાઇલ એજન્સીના નામે દલાલી કરતા રાજેશ બંસલ મારફતે સુનિલભાઈ પાસેથી 30 નવેમ્બર 2018 થી 3 એપ્રિલ 2019 દરમિયાન રૂ.12,27,770 ની મત્તાની સાડી મંગાવી હતી. તેવી રીતે પટનામાં આર.કે.એવન્યુ કછારીયા કોઠી ખાતે મનિષ સારી એમ્પોરિયમના નામે વેપાર કરતા સોનુભાઈએ સુરતના રીંગરોડ જશ માર્કેટમાં સુર્યમ ટેક્ષટાઇલ એજન્સીના નામે દલાલી કરતા સુમીત મારફતે 4 જાન્યુઆરીથી 6 એપ્રિલ 2019 દરમિયાન સુનિલભાઈ પાસેથી રૂ.12,22,378 ની સાડી મંગાવી હતી.

(5:13 pm IST)