Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગાંધીનગરના સે-6માં પાઈપલાઈન લીકેજ થવાના કારણોસર વનવાસી વિસ્તારમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થાનો વ્યય

ગાંધીનગર:શહેરના સેક્ટર-૬/સીમાં પસાર થતી પાઇપલાઇન લીકેજ થવાના કારણે વનવાસી વિસ્તારમાં પાણીનો વ્યય થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં પાણીનો બગાડ થવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં સ્થાનિકોમાં પણ રોષ ઉભો થયો છે.

પાટનગરના ઘણા વિસ્તારોમાં રહિશોને પુરતું પાણી પ્રાપ્ત થઇ શકતું નથી તો ઘણી જગ્યાએ પ્રેસરથી પીવાનું પાણી આપવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું હોય તેમ વિતરણ કરી શકતું નથી. અવાર નવાર સમસ્યાઓ સર્જાવા છતાં લીકેજ થતી પાઇપલાઇનનું સમારકામ કરવામાં તંત્ર આળસ દાખવી રહ્યું છે. ત્યારે સેક્ટર-/સીમાં પસાર થતી પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે નિયમીત અમુલ્ય પાણીનો બગાડ થઇ રહ્યો છે. વિસ્તારમાં વહી રહેલાં પાણીના પગલે તળાવ જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. નજીવું સમારકામ કરવામાં પણ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેના પગલે વ્યય થઇ રહેલાં પાણીને અટકાવી પણ શકતાં નથી.

(5:15 pm IST)