Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં પરિણીતા પાસે દહેજની માંગણી કરી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતી એક યુવતિના લગ્ન ૧૧ વર્ષ અગાઉ ખેડા જિલ્લાના વસો ખાતે કરાયા બાદ તેણીના પતિ તથા સાસુસસરા અને જેઠાણીએ ઘરકામ બાબતે મ્હેણાટોળા મારીને આ યુવતિ વિરૂધ્ધ તેના પતિને ચઢામણી કરતા મારઝુડ કરી દહેજ પેટે રૃા.૮ લાખની માંગ કરી ત્રાસ અપાતા હિંમતનગરની આ યુવતિએ પાંચ સાસરિયાઓ વિરૂધ્ધ બુધવારે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ધારા હેઠળ ફરીયાદ નોધાવી હતી.

આ અંગે હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં રહેતા દર્શીનીબેન યતિનભાઈ પટેલએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન વર્ષ ૨૦૧૦ માં ખેડા જિલ્લાના વસો ખાતે રહેતા યતિનભાઈ દિલીપભાઈ પટેલ સાથે કરાયા હતાં. જ્યા છેલ્લા કેટલાક સમયથી પતિ તથા સાસરા દિલિપભાઈ ધુળાભાઈસાસુ કોકીલાબેનજેઠાણી હિરલબેન ભાવિનભાઈ પટેલ અને કોમલબેન નિપુલભાઈ પટેલ ધ્વારા દર્શીનીબેન સાથે ઝગડા શરૂ કરાયા હતાં.

(5:16 pm IST)