Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કપડવંજ હાઈવે પર ટ્રક ચાલક અને કલીનરને બંધક બનાવી ૩૧ લાખની લૂંટ : સનસનાટી

ઠાસરા પોલીસે લૂંટ, અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ :ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં ચકચાર લૂંટની ઘટના સામે આવી છે. ડાકોર-કપડવંજ હાઈવે ઉપર ટ્રક ચાલક અને કલીનરને બંધક બનાવી ટ્રકમાં ભરેલા ૩૧ લાખના મુદ્દામાલની લૂંટ કરી લૂંટારી ટોળકી પલાયન થઈ ગઈ છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસે લૂંટ, અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીઘી છે.    પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત ૩૧મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ઠાસરા તાલુકાના ડાકોર-કપડવંજ હાઈવે ઉપર ચંદાસર ગામ નજીકથી ટ્રક પસાર થઈ રહી હતી.આ સમયે એક ટ્રક આમનો પીછો કરતી હતી. આગળ થોડાક અંતર કાપ્યા પછી તુલસી હોટલ નજીક આંતરી રોડ ઉપર તે પીછો કરી રહેલી ટ્રકે આમને રોક્યા હતા. જેમાંથી ૩ થી ૪ અજાણ્યા શખ્સો ઉતર્યા અને ઉપરોક્ત ટ્રક ચાલક અરસદ સાવનખાન (રહે. સતવારી, રાજસ્થાન) સાથે બોલાચાલી શરૂ કરી દીઘી હતી. બોલાચાલી વધુ ઉગ્ર થઈ જતા અજાણ્યા શખ્સોએ ટ્રક ચાલકને ધક્કો મારી દીધો અને કેબિનમાં ઘૂસીને ચાલક અને કલીનરને બંધક બનાવી લીધા હતા.તેમણે ટ્રક ચાલક અરસદ અને ક્લીનર જયેદને પાછળની સીટ સાથે બાંધી આંખે કપડું બાંધી દીધુ હતુ અને તેઓ ટ્રક લઇને પલાયન થઈ ગયા હતા. ત્યાર પછી આશરે દસ કિલોમીટર દુર અવાવરુ જગ્યા જઈ લૂટાંરુઓએ ૩૧ લાખ રૂપિયાની કિંમતની પ્લાસ્ટિકના દાણાની બોરીઓ અન્ય ટ્રકમાં ભરીને નાસી ગયા હતા

(7:34 pm IST)