Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પાટણમાં HNGU માં પદવીદાન સમારોહ યોજાયો : યુનિ,ના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલ મિટિંગથી જોડાયા;વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી .

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે આજરોજ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં યુનિવર્સીટીના 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તો સાથે જ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ રહી ચૂકેલ કુલીનચંદ્ર યાજનીકને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલ મિટિંગથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

(8:52 pm IST)