Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

નાની બેડવાણ બેંક ઓફ બરોડાના મેનેજર પાસે બેંક લૂંટવાના ઇરાદે માર મારી એક હજાર રૂપિયા લૂંટી લેનાર બે વિરુદ્ધ ફરિયાદ

ડેડીયાપાડા પીએસઆઇ એ.આર.ડામોર અને ટીમે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ મુદામાલ સાથે ઝડપી લીધા હતા:બેંકના કર્મચારીઓ પોતાની સલામતી માટે વીજળીક હડતાળ પર બેસી જતા બેંકના કામો અટવાઈ ગયા હતા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા ના બેડવાણ ખાતેની બેંક ઓફ બરોડા લૂંટવાના ઇરાદે બે આરોપીઓ પૈકી સંદિપ જેઠાભાઇ વસાવા (રહે.જરગામ તા.દેડીયાપાડા )તથા એક અજાણ્યો શખ્શે બેંક ઓફ બરોડા શાખામા જોઇંટ મેનેજર પવનકુમાર નાગરાજુ શેટ્ટી સાંજે બેંક બંધ કરી દેડીયાપાડા ખાતે પોતાના ઘરે જવા પોતાની સ્કુટી ગાડી લઈ નીકળેલા તે દરમીયાન ચીકદા ગામે બંને આરોપીઓએ બેંક ઓફ બરોડા નાની બેડવાણ બેંક લુટવાના ઇરાદે મેનેજરને રસ્તામાં રોકી તેમની પાસેથી બેંકની ચાવીઓ ભરેલ બેગ ઝુંટવી લઇ અને ડંડા વડે અને ગડદાપાટુનો માર મારી ૧૦૦૦ રૂપિયાની લુંટ કરી હોય બુમાબુમ થતા ત્યાં નિરજકુમાર ઈશ્વરર્સિંહ પ્રજાપતિ આવી જતા તેઓ મેનેજરને છોડાવવા જતા બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બેંકના જોઈન્ટ મૅનેજર ના રોકડા રૂપિયા ૧૦૦૦ની લુંટ કરી નાસી ગયા હતા.જોકે ડેડીયાપાડા પીએસઆઇ એ.આર.ડામોર અને ટીમે આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓમાં
સંદિપ જેઠાભાઇ વસાવા તથા રાહુલ ગેમલભાઈ વસાવાને ગણતરીના કલાકો માંજ  મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

 આ ઘટના બનતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેમાં બેંકના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી,અને વારંવાર કર્મચારીઓને ધમકી તેમજ મારામારીની ઘટના બનતી હોય જેથી ડેડીયાપાડા સાગબારા સેલંબા નાની બેડવાણ સહીતના 30 જેટલા કર્મચારીઓએ અને ૫૦ જેટલા બેંક મિત્રો મળી  દેડિયાપાડામાં વીજળીક હડતાલ પાડી દેતા બેંકના તમામ કામો અટકી પડ્યા હતા અને તમામ કર્મચારીઓ બેંકની બહાર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

(10:58 pm IST)