Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ડેડીયાપાડા તાલુકાનાં કનબુડી ગામમાં વિકાસ કામોમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ સાથે તપાસ માટે ગામજનોની માંગ

મિશન ફળિયામાં અવર જવર કરવા માટેનું એકમાત્ર નાળુ બિસ્માર હાલતમાં હોવાથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામે મિશન ફળિયામાં અવર જવર કરવા માટેનું એકમાત્ર નાળુ બિસ્માર હાલતમાં હોવાના કારણે ગ્રામજનોએ ખુબજ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ નાળામાં આજુબાજુ રસ્તા પર ગાબડા પડી ગયા હોય રસ્તાની બાજુથી ધોવાણ પણ થવા પામ્યું છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચોમાસા દરમિયાન નાળુ નીચાળ વાળું હોવાથી  તેમજ નાળા પર એક પણ ભૂંગડું ન મૂકવાથી ઉપરથી પાણી પસાર થતા ખેડૂતો,વિદ્યાર્થી ઓને અવર જવર કરવા માટે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે નાળાની બાજુએ રસ્તા પર ધોવાણને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
  આ બાબતે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજુઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે અગાઉ પણ નાળાના રસ્તા પર ગાબડા પડ્યા હોય જે ગ્રામજનો દ્વારા રીપેર કરવામાં આવ્યા હતા. આ નાળુ બિસ્માર હાલતમાં હોવાના કારણે ગમે ત્યારે દુર્ધટના સર્જાય તો નવાઈ નથી,ભવિષ્યમાં મોટા અકસ્માત થાય તે પહેલાં તંત્ર દ્વારા નાળાની યોગ્ય કામગીરી કરાઈ એવી લોકમાંગ ઉઠી છે.

(11:00 pm IST)