Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજપીપળામાં શાળાઓ શરૂ થતાં એસટી ડેપોના પાસ કઢાવવા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ દોડતા થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થતાં સૌથી પહેલા શાળાના સમય દરમિયાન એસટી બસોના રૂટ શરૂ કરાવવા શાળા સંચાલકો તેમજ વાલીઓ એ ડેપો સત્તાધીશોને રજુઆત કરી ત્યારબાદ હાલ અમુક રૂટ શરૂ થતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની અમુક હાજરી જોવા મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજપીપળામાં અભ્યાસ અર્થે એસટી બસોમાં આવતા વિદ્યાર્થીઓ એસટી બસના પાસ કઢાવવા દોડતા થયા છે ત્યારે હાલમાં રાજપીપળા એસટી ડેપોના પાસ કાઉન્ટર ઉપર વિધાર્થીઓ વધતા જોવા મળી રહ્યા છે.

(11:15 pm IST)