Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ બનશે પિતા : 60 દિવસના પેરોલ આપવા માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

બાળકના જન્મને લગતા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વિસ્મય શાહે પેરોલ માંગ્યા

અમદાવાદ : વર્ષ 2013 વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ પિતા બનવવાના હોવાથી અને બાળકના જન્મને લગતા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 60 દિવસના પેરોલ આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે

  ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 10મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ગત વર્ષ ઓગસ્ટ 2020માં વિસ્મય શાહે જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કર્યું હતું

  ડિસેમ્બર 2018માં અડાલજ પાસે આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં વિસ્મય શાહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 6 મહિના સુધી સામાજિક કામ કરવાની શરતે તેના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. વિસ્મય શાહે 6 મહિના સુધી અનાથ આશ્રમ અને વૃદ્ધઆશ્રમમાં સેવાના કર્યો પણ કર્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં ગુજરાત હાઇકોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વિસ્મય શાહની અરજી ફગાવી દેતા તેને જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવું પડ્યું હતું.

(11:57 pm IST)