Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાજપીપળા કસ્બાવાડ દીકરીના લગ્ન બાબતે બોલાચાલીમાં લોખંડની પાઇપ મારી ધમકી આપનાર બે સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં કસબાવાડ વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ થતા લોખંડની પાઇપ મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે

   મળતી માહિતી અનુસાર સાહીદાબાનુ શબ્બીરભાઇ મંસુરી( રહે.મંસુરી ફળીયુ, કસ્બાવાડ, રાજપીપલા )નાઓની ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરાના આંગણામાં વાસણ ઘસતી હતી તે વખતે ફીરોજભાઇ અહેમદભાઇ રાઠોડ ગાળો બોલી કહેતો હતો કે તમારી દિકરી હિનાબેનને પ્રેમ સંબંધમાં ફસાવી નિકાહખાની તથા કોર્ટમાં કેમ લગ્ન કરી લીધેલ છે તેમ કહી તેના હાથમાંની લોખંડની પાઇપનો એક સપાટો મારી દીધેલ તે વખતે બુમાબુમ કરતા સાહીદાબાનુ વચ્ચે પડતા તેને પણ લોખંડની પાઇપનો એક સપાટો  મારી દિધેલ તેનુ ઉપરાણુ લઈ સલીમભાઇ અહેમદભાઇ રાઠોડ તથા શબાનાબેન ફીરોજભાઇ રાઠોડ ત્રણેય રહે,મંસુરી ફળીયુ કસ્બાવાડ રાજપીપલા નાઓ પણ ત્યાં આવી સાહેદ તથા ફરીયાદીને માર મારી એક-બીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે

(10:33 pm IST)