Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

આવતી કાલે સોમવારે દક્ષિણ ગુજરાતના ૪૦૦ સીએનજી પંપ ૨૪ કલાક માટે બંધ રહેશે

કમિશન મુદ્દે સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કમિશન નહિ વધારતા તેના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો

આવતી કાલે સોમવારે દક્ષિણ ગુજરાતના ૪૦૦ સીએનજી  પંપ ૨૪ કલાક માટે બંધ રહેશે કમિશન મુદ્દે સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કમિશન નહિ વધારતા તેના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

જો આ મુદ્દે કોઈ સંતોષકારક જવાબ નહી મળે તો ફેડરેશન ગુજરાતના તમામ સીએનજી ડિલર્સની એક જનરલ મીટિંગ બોલાવશે. સરકાર અને ઓઈલ કંપનીને ૭ દિવસની નોટિસ આપીશે. તેમ છતાં જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ગુજરાતના તમામ સીએનજી સ્ટેશનો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે તેમ ફેડરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઝી24કલાકનો અહેવાલ

(6:49 pm IST)