Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાધનપુરના કુંભાર વાસમાં ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કર્યા : સારવાર દરમિયાન વૃદ્ધાનું કરૂણમોત

વૃદ્ધા રૂપાબેન પ્રજાપતિને ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કરતા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી અને 17થી વધુ ટાંકા આવ્યા હતા

અમદાવાદ :  રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરમાં આંખલાની અડફેટે આવતા એક વૃદ્ધાનું મોત થયું છે. આંખલાએ વૃદ્ધા પર હુમલો કરતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલેથી ઘરેથી ફરી ઘરે લાવ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું 

 મૃતક અંગે સામે આવેલી વિગતો અનુસાર કુંભાર વાસમાં રહેતા વૃદ્ધા રૂપાબેન પ્રજાપતિને ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કર્યા હતા. જે બાદ રુપાબેનને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 17થી વધુ ટાંકા આવ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ આંખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા જે બાદ આજે તેમનું મોત નિપજ્યું હતું.

(7:39 pm IST)