Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

તિલકવાડાનાં બંદરપુરા અને ચુડેશ્વર ગામમાં જુગારધામ પર પોલીસની રેડ : ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ પકડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બે ગામોમાં પોલીસે જુગારધામ ઉપર રેડ કરી મુદ્દામાલ સાથે જુગારીઓને પકડી પાડયા હતા

 મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે મળેલી બાતમીના આધારે બંદરપુરા ગામમાં રહેતા ભાવસીંગ કાનજીભાઇ ભીલના કોઢીયા ઘરની પાછળ આવેલ જામુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમી રમાડતા(૧) ઈલ્યાસમંહમદ શેરમંહમદ દાયમા( રહે. નામલપુર તા.તિલકવાડા જી.નર્મદા) (૨) રમેશભાઇ મંછાભાઇ ભીલ(રહે. સાવલી તા. તિલકવાડા જી.નર્મદા) (3) રમેશભાઇ શનાભાઇ તડવી (રહે સંડુલા તા. તિલકવાડા જી.નર્મદા ) (૪) સુખરામભાઇ કંચનભાઇ ભીલ(૫) ભાનુભાઇ જીલાલભાઇ ભીલ(૬) રાકેશભાઇ જીતુભાઇ ભીલ (ત્રણેય રહે બંદરપુરા )પકડી પાડ્યા બાદ કુલ રૂપીયા ૨૪,૧૪૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે (૭) મીયાદઅલી ઉર્ફે મીયાદાદ મંહમદઅલી સૈયદ (રહે.તિલકવાડા )નાસી જતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે.
  જ્યારે બીજી રેડ ચુડેશ્વર ગામમાં કરી જેમાં ચુડેશ્વર ગામે તડવી ફળીયામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમી રમાડતા (૧)શૈલેષભાઇ કાલીદાસભાઇ(૨) સંજયભાઇ કાલીદાસભાઇ જાતે બારીયા(૩) નરેશભાઇ નાગજીભાઇ તડવી (૪) સુરેશભાઇ મંગુભાઇ તડવી(૫) નરેશભાઇ રમણભાઇ તડવી(તમામ રહે.ચુડેશ્વર તા.તિલકવાડા જી.નર્મદા ) ને કુલ રૂ.૬,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(10:18 pm IST)