Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાજપીપળાનાં જ્યોતપ્રકાશ પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રવેશ પરીક્ષા પાસ કરી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા ગત ડિસેમ્બરમાં સમગ્ર દેશના ૫૪૦ પરીક્ષા કેન્દ્રોમાં ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી. ફાઉન્ડેશન કોર્સમાં દેશભરમાંથી ૧૨૬૦૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી.

 આ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩૬૮૬૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, માત્ર ૨૯.૨૫% પરિણામ આવેલ હતું. જેમાં રાજપીપલાના વણકરવાડમાં રહેતા જ્યોતપ્રકાશ સુરતપ્રકાશ પટેલે પ્રથમ વખતમાં જ આ પરીક્ષા પાસ કરી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૩માં જ્યોતપ્રકાશ પટેલને માનવકેન્દ્ર જ્ઞાન મંદિર શાળા, કંડારી, જિ. વડોદરા ખાતે સમગ્ર શાળામાં સને મે-જૂન-૨૦૨૨ માં CBSE Board દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ધોરણ- ૧૨ કોમર્સમાં ૮૭% સાથે પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વાર્ષિક સમારંભમાં પ્રથમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતો. આમ, આ સિધ્ધિ પણ પ્રાપ્ત કરી રાજપીપલાનું ગૌરવ વધારેલ છે.

(10:21 pm IST)