Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બિલ નહી ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રઝળતો મૂક્યો

હોસ્પિટલની હલકી હરકત સીસીટીવીમાં કેદ થઈ : ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ ૧૦-૧૦ હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું

સુરત,તા.૩ : સુરતમાં ખાનગી હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. 

આ મામલે હવે હોસ્પિટલની માનતા નેવી મુક્યાનો વીડિયો સામે આવતા આ ઓડિશા સમાજનાને ન્યાંય મળે તે માટે સમાજના આગેવાનો આગળ આવીને અધિકારી આ મામલે ગુનો દાખલ કરવા સાથે કાર્યવાહી કરવાની કરી છે માગ સુરતમાં માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બે દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી.

જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને તાવ આવતો હોવાથી ડૉક્ટરની દવા લીધી હતી.જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું. જોકે ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ ૧૦-૧૦ હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું.

જોકે, આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા. જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે આ હોસ્પિટલ ની માનવતા નેવે મુકીયાના પુરાવા સામે આવ્યા છે.

તે દિવસના સીસીટીવીમાં હોસ્પિટલ મૃતદેહ મૂકીને માનવતાની હત્યા કરતા દેખ્યા છે. જેને લઈને ઓડિસાના આ પરિવાર ગરીબ હોવાને લઈને તેમને ન્યાય મળે તે માટે સમાજના આગેવાન આજે પોલીસ ક્સ્મિન્સનરી સાથે કલેકટર અને મનપા કમિશનર રજુવાત કરી હોસ્પિટલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહીની માંગ કરી છે તે ઉપરાંત ઓડિસા સરકારને એક નોડલ ઓફિસર ની નિમણુંક કરી તેમાં સમાજના લોકોને ન્યાં મળે તેવી માંગણી કરી છે.

જોકે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલે માનતા દેખાડવાની જગિયા પર મૃતદેહ રસ્તેરઝળતો મૂકીને આ સમયે કોરોના ફેલટવું કૂટ્યું કરિયું છે તે સમાજ માટે નુકસાન કર્ક છે ત્યારે ઓડિસા સરકારને મદદ માટે રજુવાત કરવામાં આવી છે  જોકે, પરિવારજનોનું કહેવું છે કે, ભલે હૉસ્પિટલના સંચાલકો અને માનવતા મરી પરવારી હોય પરંતુ અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું.

(9:50 pm IST)
  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • સારા સમાચાર : ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર : વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19 રસીના ઇમરજન્સી યુઝ માટે અરજી કરશે : અત્યારે 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી રસીનું પ્રોડક્શન કરી શકશે, જેને પછીથી બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે access_time 11:47 pm IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST