Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કપૂર પોટલી-કપૂર અગરબત્તીનું વેંચાણ વધ્યું

કોરોનાકાળમાં કપૂરની માંગ વધીઃ કિલોનો ભાવ રૂ.૧,૨૦૦ થયો

લોકડાઉનને લીધે મહારાષ્ટ્ર-ચેન્નઇથી આવતો રો-મટિરિયલ્સ અટકયું : કપુરની દસ ગણી માંગ

અમદાવાદ,તા.૪: ગુજરાતમાં  કોરોનાના કેસો વધી રહ્યાં છે. કોરોનાના સંક્રમણથી બચવા લોકો આર્યુવેદ સહિત ઘરગથ્થુ ઉપાયનો સહારો લઇ રહ્યાં છે. હાલ લવિંગ,અજમા અને કપૂરની પોટલીનો વધુ વપરાશ થઇ રહ્યો છે.કપૂરની માંગમાં એટલો વધારો થયો છેકે, કપૂરનો કિલોનો ભાવ રૂ.૧૨૦૦ સુધી પહોંચ્યો છે. કોરોના કાળમાં કપુરનો એટલા પ્રમાણમાં ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કપૂર ના ઉત્પાદન માટે ફેકટરીમાં કામદારોને ડબલ શિફ્ટમાં કામ કરવુ પડે છે.હાલમાં કપુર પોટલી જ નહીં, કપુર અગરબત્ત્।ી પણ ધૂમ વેચાઇ રહી છે જેના કારણે કપૂરની માંગમાં દસ ગણો વધારો થયો છે.  એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂ.૫૦૦-૫૫૦ હતો જે અત્યારે વધીને છેક રૂ.૧૨૦૦ સુધી પહોંચ્યો છે. કપુરની ટિકડી બનાવવા માટે મહારાષ્ટ્રથી રો મટિરિયલ્સ આવે છે. પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી રો-મટિરિયલ્સ પણ પુરતા પ્રમાણમાં મળતુ નથી જેના કારણે કપૂરના ઉત્પાદન ઘટયુ છે. કપૂરની માંગ સામે ઉત્પાદન ઓછુ થઇ રહ્યુ છે. ચેન્નાઇ પણ પણ કપૂરનો રો-મટિરિયલ્સ પુરતા જથ્થામાં આવતું નથી.

આમ, કોરોના કાળમાં કપૂરની ડિમાન્ડ વધી છે જેના કારણે ભાવ પણ વધ્યાં છે.

(10:52 am IST)