Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

"અદશ્ય વાયરસ મારી શકે છે , તો અદશ્ય ઈશ્વર બચાવી પણ શકે છે."-પ્રફુલભાઈ શુક્લ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : મેવાડા બ્રાહ્મણસમાજ દ્વારા સંચાલીત એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખેરગામમાં યોજાયેલી ફેસબુક ઓનલાઈન શ્રી રામકથામાં આજે સાંપ્રત પરિસ્થિતિ નું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે અદશ્ય વાયરસ માણસને મારી શકે છે.તો અદશ્ય ઈશ્વર બચાવી પણ શકે છે.પણ સાવચેત રહેવું જરૂરી છે.માસ્ક , સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જરૂરી છે.અને આત્મનિર્ભરતા ભારતની 'રક્ષા કવચ' સમાન વેકસીન બધાએ અવશ્ય લેવી જ જોઈએ.આજે કોસંબા - તરસાડી ના ભા.જ.પ મહામંત્રી રશ્મિતાબેન પ્રકાશભાઈ રાવલ દ્વારા ટેલીફોનિક સંકલ્પ લઈને પૂજા કરવામાં આવી હતી.મેવાડા બ્રાહ્મણસમાજ વતી અમલસાડના કેતનભાઈ મહેન્દ્રભાઈ નાયક દ્વારા દશાંશ હવન અને પોથીપૂજન કરવામાં આવ્યું હતું.પ્રો.ભાર્ગવ દવે દ્વારા આજનો પ્રશ્ન શિવ મંદિરમાં સર્પ , સિંહ , ઉંદર , નંદી અને મોર પરસ્પર વિરોધીઓ એક સાથે કેમ રહી શકે છે ? પૂછવામાં આવ્યો હતો.જેનો પૂ.બાપુ એ શાસ્ત્ર પ્રમાણ સાથે ઉત્તર આપ્યો હતો.આવતીકાલે કથામાં રામજન્મઉત્સવ ઉજવાશે .જેની તૈયારી ક્રિષ્ન શુકલ , માક્ષિત રાજ્યગુરૂ અને  પ્રતિક પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.ફેસબુક અને ઉજ્વલ ભારત યૂટ્યૂબ પર પ્રસારિત થતી આ રામકથાના સ્પોન્સર દિવ્યેશભાઇ હરેશભાઇ શર્મા ધનોરી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આજે કથામાં શિવ - પાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો.

(11:45 pm IST)
  • મહારાષ્ટ્રમાં મોડી સાંજ સુધીમાં ૫૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા મુંબઈમાં પણ થોડા કેસ વધ્યા છે મોડી સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૭૬૪૦ નવા કોરોના કેસ નોંધાયા છે, તો મુંબઈમાં ૩૮૭૯ નવા કેસ થયા ૩૬૮૬ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૭ મૃત્યુ નોંધાયા છે: જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭૦૦૬ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા અને ૯૨૦ મૃત્યુ નોંધાયા છે access_time 9:33 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST