Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રાજપીપળા ટેકરા ફળિયામાં આંકડાનો ધંધો કરનાર બે શખ્સોને રૂ.5,940 સાથે પોલીસે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટેકરા ફળીયા તરફ આંકડા,જુગારનો વેપલો વધતો હોય તેમ જણાઈ રહ્યું છે ગઇકાલે જ એલસીબી ટીમે ટેકરા ફળીયામાંથી જુગાર રમતા પાંચને મુદામાલ સાથે ઝડપી પાડ્યા બાદ હાલ રાજપીપળા પોલીસે આ વિસ્તારમાંથી આંકડા જુગારના   અડ્ડા પરથી બેને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટેકરા ફળીયામાં આંકડા,જુગારનો ધંધો કરતા અલ્પેશભાઇ રમેશભાઇ વસાવા (રહે.ટેકરા ફળીયુ ટાંકી પાસે રાજપીપલા) તથા ફીરોજભાઇ નશરૂદીન શેખ (રહે. રાજપીપલા )બાવાગોર ટેકરીને જાહેરમાં વરલી મટકાનો આંક ફરકના આકડા લખી લખાવી લઇ હાર જીતનો જુગાર રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય સાથે કુલ મુદામાલ રૂ.પ૯૪૦ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:07 pm IST)