Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રાજપીપળા મોદી પરિવારના સેવાભાવી જનકભાઈ મોદી દ્વારા કોવિડ સ્મશાન માટે રૂ.10 હજારનું દાન અપાયું

    ફોટો jnk

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમક્રિયા માટે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સ્મશાનની રચના કરવામાં આવી છે ત્યાં આ વિધિ નિઃશુલ્ક થતી હોય છે પરંતુ ત્યાં અંતિમક્રિયા કરતા કર્મચારીઓને મૃતદેહ દીઠ ચોક્કસ રકમ સમાજ દ્વારા ચુકવવામાં આવે છે જેમાં એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં મૃતદેહો આવતા વૈષ્ણવ સમાજને ફંડ ની વધુ જરૂર હોવાની જાણ વૈષ્ણવ સમાજના અગ્રણી અને મોદી પરિવાર જનકભાઈ ઇન્દુકાંતભાઈ મોદીને થતાં તેમણે આ બાબતે આ સેવાકાર્ય કરતા વૈષ્ણવ સમાજના કાર્યકતા ગુંજનભાઈ મલાવીયાનો સંપર્ક કરી 10 હજાર રૂપિયા કોવિડના મૃતકોની અંતિમક્રિયા માટેના ખર્ચ પેટે આપી સમાજ દ્વારા થતા આ સેવાકાર્યમાં દરેક સમાજના મૃતકોનો અંતિમવિધિની જ્યોત આગળ ધપાવવા મદદ કરી અન્યોને પણ આવા સેવાકાર્યોમાં સહભાગી થવા મેસેજ પણ આપ્યો હતો.

(12:24 pm IST)