Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

નવસારીના ૯૦ વર્ષના સવિતાબેન દેસાઇએ મજબૂત મનોબળથી કોરોનાને ભગાડયો

રાજકોટ, તા. પ : નવસારીના ૯૦ વર્ષીય વયો વૃદ્ધાએ સ્મીમેરમાં ૭ દિવસની સારવાર લઈને કોરોનાને શિકસ્ત આપી છે. નવસારીના ચીકુવાડી ખાતે આશાબાગ વિસ્તારમાં રહેતા ૯૦ વર્ષના સવિતાબેન કિશોરભાઇ દેસાઈની ગત તા.૮મીએ અચાનક તબિયત બગડતાં

કિલનિકમાં તપાસ કરાવી હતી.  બે દિવસ પછી  કોવિડ લક્ષણો હોવાથી કોરોના સેમ્પલ કરાવતા ગત તા.૧૦ મીએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેથી તેઓ હોમઓઇસોલેટ થયાં હતા.ગત તા.૨૦ મીએ  દાદીને અચાનક શ્વાસ લેવામાં તફલીફ થતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાહતા. પરંતુ ત્યાં ઓકિસજનની વ્યવસ્થા ન હોવાથી તેમના પરિવારજનો દાદીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતાં. 

તેમનું ઓકિસજન લેવલ ૮૬ ટકા થઈ ગયુ હતું, ફેફસાંમાં ૩૦ ટકા કોરોના ઇન્ફેકશન હતું, પરંતુ સમયસર અને સઘન સારવારના પરિણામે આજે તેમનું ઓકિસજન પ્રમાણ ૯૫ ટકા થયું છે. અને તે સંપૂર્ણ સ્વસ્થ થયાં હતા. સેજલબેન કહે છે કે, દાદીમાનું મનોબળ તો પહેલેથી જ મક્કમ છે, પરંતુ તેમની ધાર્મિક માર્ગે સરળ અને સાદી જીવનશૈલીના કારણે કોરોના વાયરસ હાર્યો છે.

(12:52 pm IST)