Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મીની લોકડાઉનમાં ઓટોમોબાઇલ્સના ધંધાર્થીઓની મુંઝવણઃ દુકાન ચાલુ રાખવી કે બંધ રાખવી ? સરકારે સ્પષ્ટતા કરી નથી

રાજકોટ : રાજય સરકારે ૧રમી સુધી મીની લોકડાઉન જાહેર કર્યુ છે જે અંતર્ગત અનેક સેકટર ચાલુ રહેશે અને બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. પરંતુ સરકારે ઓટોમોબાઇલ્સ સેકટર અંગે કોઇ જાહેરાત નહી કરતા આ સેકટર સાથે સંકળાયેલા ધંધાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે કે દુકાનો ચાલુ રાખવી કે બંધ રાખવી. સરકારે વહેલાસર સ્પષ્ટતા કરવી જરૂરી છે જયારે વાહન વ્યવહાર ચાલુ છે તો ઓટોમોબાઇલ્સ સેકટર પણ ચાલુ હોવું જોઇએ તેવો મત પ્રવર્તી રહયો છે.

(3:58 pm IST)