Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પરિણીતા સાથે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમ સંબંધમાં વિઘ્ન બનનાર પતિની ઘાતકી હત્યા કરી લાશ ખેતરમાં સંતાડી દેતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા ઉતરાજ ગામે રહેતા 37 વર્ષીય વિજયભાઈ વસાવા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા . એક મહિના અગાઉ તેમની પત્ની સાથે ગામમાં રહેતા રણજીતભાઈ વસાવા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે અંગેની જાણ યુવતીના પતિ વિજયભાઈ અને પરિવારજનોને થતાં બંને ને ઠપકો આપી સમજાવ્યા હતા

દરમિયાન ૨૭મી એપ્રિલના રોજ વિજયભાઈ મરઘી નું બચ્ચું શોધવા જાવ છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ પરત ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી શિનોર પોલીસ મથકે ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. વિજય ભાઈ ગુમ થયા તે દિવસથી રણજીતભાઈ વસાવા પણ ઘરે આવતા ના હોય વિજયભાઈના પરિવારજનોને શંકા ગઈ હતી. તેમજ રણજીત વસાવા વિજય ભાઈ ની પત્ની ને ફોન કરી જણાવતો હતો કે વિજયને મારી નાખી તારી સાથે લગ્ન કરીશ. જેથી વિજય ભાઈ ગુમ થયા અંગે પરિવારજનોએ રણજીતભાઈ ને પૂછતાછ કરતા તેઓએ બાબતે કંઈ પણ જાણતા હોવાનો ઇન્કાર કર્યો હતો દરમિયાન તપાસ ચલાવી રહેલી પોલીસને રણજીતભાઈ વિજયની લાશ ભુખી નદીની કાસમાં હોવાનું જણાવતા તપાસ કરતા દુર્ગંધ મારતી સડી ગયેલી વિજય ભાઈ ની લાશ મળી આવી હતી.

(5:08 pm IST)
  • ગયા એક અઠવાડીયામાં વિશ્વમાં નોધાયેલા નવા કોરોના કેસમાંથી ૪૬% કેસો ભારતમાં નોધાયાનું ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે access_time 6:35 pm IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST