Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જુદી જુદી ત્રણ જગ્યાએ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા. જેમાં ખેડા-ધોળકા રોડ પર આવેલ ચાંદણા ગામની સીમમાં, નડિયાદ શહેરના ઝલક ચોકી પાસે અને ખેડા-ધોળકા રોડ પર આવેલ ગાંધીપુરા ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. ત્રણેય અકસ્માતોના બનાવોમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે ચાર વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ શહેરની ઝલક પોલીસ ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં ભૂમેલ ગામમાં રહેતા કિરીટભાઇ પરમાર સોમવારની ઢળતી સાંજે દિકરો અભિષેક અને દિકરી નીધી સાથે નડિયાદ આવી રહ્યા હતા.તે સમયે ઝલક ચોકી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કિરીટભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર પિતા-પુત્રી અને દિકરાને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે કિરીટભાઇ રાયમૂદભાઇ પરમારે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા-ધોળકા રોડ પર આવેલ ગાંઘીપુરા ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો.ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ વાડી વિસ્તારમાં રહેતા નગીનભાઇ  પરમાર સોમવારની સાંજે ખેડા થી પરત આવી રહ્યા હતા તે સમયે ગાંધીપુરા પાસે એક ગાડીના ચાલકે નગીનભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી નગીનભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે નગીનભાઇ ભઇજીભાઇ પરમારે ખેડા પોલીસ મથકે એક ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)