Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોડાસા:કોરોના સંક્રમણથી બચવા માટે મોડાસામાં આજથી પાંચ દિવસનું સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

અરવલ્લી:જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે.રોજબરોજ સંખ્યાબંધ કેસો જિલ્લામાં પોઝીટીવ નોંધાય છે. છતાં જરૂરતમંદ દર્દીઓને બેડ,દવા કે ઓકસીજન જેવી સુવિધા મળી રહી નથી. ત્યારે આવી સ્થિતિમાં સંક્રમણની ચેન તોડવા જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સહિતની જુદીજુદી સંસ્થાઓ,તંત્રના અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મંગળવારે મોડાસાના ટાઉન હોલ ખાતે બેઠક યોજાઈ હતી. અને બેઠકમાં આગામી દિવસ માટે નગર હદ વિસ્તાર અને ખલીકપુર,સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ વેપાર રોજગાર સંદ્દતર બંધ રાખી સજ્જડ લોકડાઉન પાળવાનો નિર્ણય કરાયો હતા.

ેઆ બેઠકમાં જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કનુભાઈ આર. પટેલ સહિતના અગ્રણીઓજુદાજુદા વેપારી મંડળના હોદ્દેદારોનગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર,ડીવાયએસપી તેમજ મામલતદાર અને પ્રાંત કચેરીના પ્રતિનિધિઓ સહિત ખલીકપુરસબલપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. અને મી મે થી મે સુધી આવશ્યક સેવા સીવાયની તમામ સેવા,વેપાર,ધંધા સંદ્દતર બંધ રાખવા નિર્ણય કરાયો હતો. બેઠકમાં દૂધશાકભાજીફ્રુટ અને અનાજ દળવાની ઘંટીઓ સવારે થી ૧૦ દરમ્યાન ખોલી શકાશે.જયારે પવિત્ર રમજાન માસને ધ્યાને લઈ સાંજે થી .૩૦ કલાક દરમ્યાન દૂધ,શાકભાજીબેકરી અને ફ્રુટના વેપારને છુટ આપવામાં આવેલ છે. જયારે અતિ આવશ્યક એવી મેડીકલ સેવાઓ ચાલુ રખાશે એમ બેઠક બાદ કનુભાઈ પટેલે જણાવ્યું હતું.

(5:13 pm IST)