Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મહેસાણાના રાધનપુર રોડ નજીક બેન્ક ઓફ બરોડાના મેનેજરની ઓળખ આપી મહિલા લેક્ચરર પાસેથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી 69 હજારની છેતરપિંડી આચરનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

મહેસાણા: શહેરના રાધનપુર રોડ પર આવેલ કૃણાલ રેસીડેન્સીમાં રહેતા પંકજ પુલાખીદાસ પટેલ વોટર ટેન્ક ક્લીનીંગનો વ્યવસાય કરે છે. જ્યારે તેમના પત્ની કિંજલબેન ભાન્ડુ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરે છે. તાજેતરમાં મહિલા લેક્ચરર કોલેજમાં ફરજ ઉપર હાજર હતા. તે વખતે મોબાઈલ ઉપર ફોન આવતા તેમણે રિસીવ કર્યો હતો. સામે છેડેથી કોન્ફરન્સમાં તેમના પતિએ સાહેબ સાથે વાત કરી લે તેવું કહ્યું હતું. પરંતુ ફોન કટ થઈ જતાં ફરીથી બીજા નંબર પરથી કોલ આવતા સામેના વ્યક્તિએ પોતાની ઓળખ બેન્ક ઓફ બરોડાના મેનેજર તરીકે આપીને કહ્યું હતું કે તમારું એકાઉન્ટ ફ્રીજ થવાનું હોવાથી હું જે એકાઉન્ટ નંબર મોકલું તેમાં રૃા. ૫૦ હજાર મોકલી આપો. જેથી ગુગલ પે ના માધ્યમથી ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર પછી બીજા ૫૦ હજારની માંગ કરી હતી. પરંતુ ખાતામાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ બેન્ક મેનેજર પાસે પતિ બેઠા હોવાનું તેમની વાત ઉપરથી લાગી રહ્યું હતું. છેવટે લેક્ચરરના ખાતામાં પડેલા રૃા. ૧૭ હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ તેણીના પતિ સાથે ફોન ઉપર વાત થતાં પોતાની સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ ોવાનો અહેસાસ થયો હતો. છેવટે ઘટના અંગે તેમણે ફરિયાદ નોંધાવતા તપાસમાં મહારાષ્ટ્રના પંકજ સુભાષરાવ રોત નામના  શખસના એકાઉન્ટમાં પૈસા જમા થયા  હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણ શખસો સામે ગુનો દાખલ કર્યો છે.

(5:16 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST