Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

શેફ સંજીવ કપૂર સિવિલના તબીબો માટે અન્નપૂર્ણા બન્યા

શેફ સંજીવકુમાર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા : અમદાવાદમાં ૧૨ સેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીંડુ ઉપાડ્યુ

અમદાવાદ,તા.૫ : અમદાવાદ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ જમવા માટે આગળ આવી છે ત્યારે કોરોના વોરિયર પ્રત્યે સદભાવના જાણીતા સેફ સંજીવકુમાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ દર્શાવી છે. અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે ત્રણ ટાઇમ ભોજન વ્યવસ્થા માટે મદદરૂપ થવાની સંમતિ આપી છે. કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે. નિઃસ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ,કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વોરીયર્સને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ બની રહી છે. દેશના પ્રતિષ્ઠિત સેફ  સંજીવકુમાર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. સમગ્ર  ગુજરાતમાંથી એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં મદદ માટે સંમંતિ દર્શાવી છે. સંજીવકુમારે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત તબીબો માટે અન્નપૂર્ણા બન્યા છે. તેઓએ ગુજરાતના અમદાવાદ શહેરમાં ૧૨ સેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીંડુ ઉપાડ્યુ છે. તેઓનું માનવું છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત સેફ સંજીવ કપુર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રત્સાવ મૂકવામાં આવ્યો હતો. જે અમારા હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વીકારીને તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી છે. મહત્વનુ છે કે હાલ અનેક ધાર્મિક સંસ્થા કે સેવાભાવી સંસ્થાઓ કોરોનાના દર્દીઓ માટે કે પછી હોમ આઇસોલેશન માં રહેલા દર્દીઓને ભોજનની વ્યવસ્થા માટે અનેક જગ્યાએ ટિફિન સેવા શરૂ કરી છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ માટે જમવાની કરાયેલી વ્યવસ્થા પણ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહત્વનુ છે કે હાલ અનેક ધાર્મિક સંસ્થા કે સેવાભાવી સંસ્થાઓ કોરોનાના દર્દીઓ માટે કે પછી હોમ આઇસોલેશન માં રહેલા દર્દીઓને ભોજનની વ્યવસ્થા માટે અનેક જગ્યાએ ટિફિન સેવા શરૂ કરી છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ માટે જમવાની કરાયેલી વ્યવસ્થા પણ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(9:03 pm IST)