Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વિરસીંગપરા ગામની સીમ માંથી તરબૂચ ની ચોરી કરવા ઘુસેલા 6 ચોરો પૈકી એક ઝડપાયો 5 ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વિરસીંગપરા ગામના ખેતરમાંથી તરબૂચની ચોરી કરનાર એક પકડાઈ ગયો હતો જ્યારે અન્ય પાંચ ચોરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર રામદેવભાઇ રાજાભાઇ ઓડેદરા(રહે.રાજેન્દ્રનગર સોસાયટી,રાજપીપળા)એ આપેલી ફરીયાદ મુજબ તેમના વિરસીંગપરા ગામની સીમમાં આવેલા ખેતરમાં તરબૂચની ખેતી કરી હોય તરબૂચની ચોરી કરવા ખેતરમાં ઘુસેલા છ વ્યક્તિઓમાં ધનશ્યામ મહેન્દ્રભાઇ વસાવા ( ૨ ) નિકુલ પ્રહલાદભાઇ વસાવા ( ૩ ) આરતીક ગૌતમભાઇ વસાવા ( ૪ ) વિશાલ વિજય ભાઇ વસાવા ( ૫ ) આકાશ હુંડીયાભાઇ વસાવા ( ૬ ) રીતેશ જગદીશભાઇ વસાવા (તમામ રહે. આમલેથા તા.નાંદોદ) માંથી ઘનશ્યામ વસાવા ચોરી કરતા ઝડપાઇ ગયો હતો જ્યારે બીજા પાંચ નાસી જતા આમલેથા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:07 pm IST)