Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

અમદાવાદ ખાનગી ઑફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવાના હુકમનું પાલન નહિ કરનાર મામલે મહિન્દ્રા કલબ હોલીડેની ઓફીસ સીલ

અત્યાર સુધીમાં 3666 એકમો ઓફિસોમાં ચેકિંગ: નિયમનો ભંગ કરનાર 38 એકમોને સીલ કરાયા

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઑફિસો,ખાનગી સંસ્થાઓ,એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો.

જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ એમ ટી એસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 292 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 1 ઑફિસોમાં 50ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઑફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં AMCની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવશે.

અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3666 એકમો ઓફિસોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાંથી નિયમનો ભંગ કરનાર 38 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

(11:59 pm IST)
  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST

  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST