Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઇ-ઉપસ્થિતિ

રાજકોટ : ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની  ઇ-ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલ આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા,સુરતથી, રાજ્યકક્ષાના વન મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ગાંધીનગરથી જયારે વિવિધ કોર્પોરેશનમાં રાજ્યના  મંત્રીશ્રીઓ,મેયરશ્રીઓ,સાંસદશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, પદાધિકારીઓ,જિલ્લા  કલેકટરશ્રીઓ સહિત વિવિધ જિલ્લાઓમાંથી વન વિભાગના ઉચ્ચ  અધિકારીઓશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

(1:13 pm IST)